BSNL: જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં BSNL સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. 699 રૂપિયાના પ્લાન બાદ હવે કંપનીએ બીજા પ્લાનની વેલિડિટી વધારી છે. જો તમે કંપનીની લાંબી વેલિડિટી પ્લાન શોધી રહ્યા છો, તો હવે તમારી પાસે બે અલગ-અલગ પ્લાન ઉપલબ્ધ છે.
સરકારી ટેલિકોમ કંપની BSNL યુઝર બેઝની દ્રષ્ટિએ અન્ય કંપનીઓ કરતાં નબળી હોઈ શકે છે, પરંતુ તે સસ્તા અને પરવડે તેવા પ્લાનના સંદર્ભમાં તમામ કંપનીઓને સખત સ્પર્ધા આપે છે. BSNL પાસે તેના ગ્રાહકો માટે ઘણા રિચાર્જ પ્લાન છે. છેલ્લા કેટલાક મહિનામાં, BSNL એ તેના ઘણા પ્લાન અપડેટ કર્યા છે. હવે કંપનીએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. BSNL એ ગ્રાહકો માટે બીજા પ્લાનની વેલિડિટી વધારી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ BSNL એ તેના 699 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી વધારી હતી, હવે કંપનીએ બીજા પ્લાનમાં વધુ વેલિડિટી ઓફર કરી છે. હવે BSNL દ્વારા 999 રૂપિયાના પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધારી દેવામાં આવી છે. જો તમે BSNL યુઝર છો અને લાંબી વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો, તો હવે આ પ્લાન તમારા માટે વધુ સસ્તું હોઈ શકે છે.
BSNL એ લાખો યુઝર્સને સારા સમાચાર આપ્યા
થોડા દિવસો પહેલા, BSNL એ તેના 699 રૂપિયાના પ્લાનમાં તેના ગ્રાહકોને 20 દિવસની વધારાની વેલિડિટી ઓફર કરી હતી. 699 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને પહેલા 200 દિવસની વેલિડિટી મળે છે. હવે યુઝર્સને 220 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. હવે કંપનીએ 999 રૂપિયાના પ્લાનની વેલિડિટીમાં 15 દિવસનો વધારો કર્યો છે. આ પ્લાનમાં હવે ગ્રાહકોને 200 દિવસની જગ્યાએ 215 દિવસની વેલિડિટી મળશે.
જો તમે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્ત થવા માંગો છો, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ રહેશે. BSNLના આ પ્લાનથી તમે એક જ વારમાં લગભગ સાત મહિના સુધી રિચાર્જના ટેન્શનથી મુક્ત થઈ જશો. આ પ્લાનમાં તમે 2015 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં ફ્રી અમર્યાદિત કૉલિંગની સુવિધાનો આનંદ લઈ શકો છો.