નવી દિલ્હી : ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની BharatPe (ભારતપે)એ બુધવારે કહ્યું હતું કે, તે તેના ધિરાણ વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આગામી બે વર્ષમાં 5000 કરોડ એકત્ર કરશે. આ સિવાય કંપનીએ કહ્યું કે તેણે વેન્ચર લોન ફર્મ ઇનોવેન કેપિટલ પાસેથી 60 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
50-70 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના
કંપનીએ કહ્યું કે, “BharatPe તેના ધિરાણના વ્યવસાયને વધારવાનું કામ કરી રહ્યું છે અને આ રીતે આપણા માટે સંસ્થાકીય ક્રેડિટ મેળવવી મહત્વપૂર્ણ છે. અમારી યોજના આગામી બે વર્ષમાં ઋણ ભંડોળ (ડેબ્ટ ફંડિંગ) દ્વારા-50-70 મિલિયન (રૂ. 3,600 કરોડથી રૂ. 5,118 કરોડ) ભેગા કરવાની છે.”
‘સાથે કામ કરવા તૈયાર’
BharatPe ગ્રુપના અધ્યક્ષ સુહેલ સમીરએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “અમને આનંદ છે કે ઇનોવેન કેપિટલ આ યાત્રામાં અમારું પહેલું મદદગાર છે. મજબૂત સંબંધ બનાવવા માટે અમે ઇનોવેન સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.”