નવી દિલ્હીઃ કોરોના કાળમાં વર્કફ્રેમ હોમમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે ત્યારે ટેલિકોમ કંપનીઓ વચ્ચેની સ્પર્ધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેનાથી સસ્તા પ્લાનનાં રૂપમાં ગ્રાહકોને લાભ મળી રહ્યો છે. સરકારની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ની વાત કરીએ તો તે ગ્રાહકો માટે ઘણી પોસાય તેવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. જેનાથી એરટેલ, વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓને ટક્કર આપે છે. બીએસએનએલ ગ્રાહકો માટે 187 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે, જેમાં ગ્રાહકોને ઘણો ડેટા મળે છે.
બીએસએનએલના રૂ. 187 રૂપિયાની કિંમતમાં ગ્રાહકોને 56 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, એટલે કે, આ પ્લાનમાં તમને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે.
કોલિંગ તરીકે, આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ સ્થાનિક/ એસટીડી / રોમિંગ કોલ્સ મળે છે, દિલ્હી અને મુંબઇમાં એમટીએનએલ. આ સિવાય આ પ્લાનમાં 100 એસએમએસ પણ ઉપલબ્ધ છે, આ પ્લાનમાં તમને બીએસએનએલ ટ્યુન ફ્રી પણ મળે છે.
બીએસએનએલે તાજેતરમાં જ તેના ગ્રાહકો માટે વિશેષ ઓફર્સની જાહેરાત કરી છે. આ ઓફરમાં કંપની ભારત ફાઇબર યુઝર્સને ગૂગલ નેસ્ટ અને ગૂગલ મીની સ્પીકર્સને ડિસ્કાઉન્ટ સાથે આપી રહી છે. માહિતી માટે, આપને જણાવીએ કે, આ ઓફર ફક્ત 90 દિવસ માટે વેલિડ છે, જે 14 જુલાઈ 2021 સુધી ચાલે છે.
જો કે, શરત એ છે કે, તમારે કંપની માટે 799 રૂપિયા અથવા તેથી વધુની ભારત ફાઇબર બ્રોડબેન્ડ યોજના લેવાની રહેશે. જો તમે, આ યોજનાની સંપૂર્ણ કિંમત એક જ વખતમાં ચૂકવો છો, તો પછી કંપની તમને માસિક ચાર્જ પર ગુગલ નેસ્ટ મીની અથવા ગેગુલ નેસ્ટ હબ સ્માર્ટ ડિવાઇસ ફક્ત 99 રૂપિયા અને 199 રૂપિયામાં આપશે.