એરટેલે પોતાના 399 રૂપિયાવાળા પ્લાનને અપડેટ કર્યો છે. પહેલા આ પ્લાનમાં રોજ 1.4GB ડાટા મળતો હતો. જ્યારે હવે આ પ્લાનમાં રોજ 2.4GB ડાટા મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 મેસેજ મળશે. આ પ્લાનની એક્સપાયરી 84 દિવસની રહેશે. જો કે કેટલાક યુઝર્સો માટે આ પ્લાનની સીમા 70 દિવસની રહેશે અને કેટલાક માટે 84 દિવસોની રહેશે. એરટેલના આ પ્લાનનો મુકાબલો જિયોના 448 રૂપિયા વાળા પ્લાન સાથે થશે જેમાં 84 દિવસો સુધી રોજ 2GB ડેટા મળે છે. જો તમે હિસાબ કરો તો આ પ્લાનમાં 1GB ડાટાની કિંમત ફક્ત 1.97 રૂપિયા થી રહી છે જે અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.