રિલાયન્સ Jioએ પોતાના ગ્રાહકોને હોળીના ખાસ અવસરે એક ભેટ આપી છે. Jio પોતાના યુઝર્સને ફ્રીમાં 10 GB ડેટા આપી રહ્યું છે. જો કે આ ફ્રી ડેટા હાલ ગણતરીના યુઝર્સને મળ્યો છે પરંતુ તમને પણ આ ફ્રી ડેટા મળી શકે છે. તમને આ ફ્રી ડેટા મળ્યો છે કે નહી તે જાણવા માટે માય જિયો એપમાં જઇને તમારો પ્લાન ચેક કરો અને તમને ડેટા નથી મળ્યો તો એક નંબર ડાયલ કરીને તમે તેના વિશે જાણી શકો છો. આ અંગે કંપનીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.ફ્રીમાં મળતા 10 GB ડેટાની વેલિડિટી 27 માર્ચ સુધી છે.
માય Jio એપમાં જઇને તમે ચેક કરી શકો છો કે તમને આ ડેટા મળ્યો કે નહી તો તમે ફ્રી નંબર 1299 ડાયલ કરીને ચેક કરી શકો છો. જો તમને આ ફ્રી ડેટા મળે તો તમે આ ડેટાનો ઉપયોગ દૈનિક 1 GB ડેટા પૂરો થયા પછી કરી શકો છો.