હુન્ડાઈ કંપની ક્રેટા અને ટક્સન SUVનાં ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં કંપની ગ્રેટર નોઈડામાં યોજાનાર ઓટો એક્સ્પો 2020 ઇવેન્ટમાં પોતાની બંને કાર રજૂ કરશે. નવી ક્રેટા 6 ફેબ્રુઆરીએ અને ટક્સન 5 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી શરૂ થતી ઇવેન્ટમાં કંપની અપકમિંગ કાર અને ટેક્નોલોજીને રજૂ કરશે. ઓટો એક્સ્પો 2020માં હુન્ડાઈ કંપનીની થીમ ‘ફ્રીડમ ઈન ફ્યુચર’ છે. આ થીમ અંતર્ગત કંપની 13 કાર અને તેની ફ્યુચર ટેક્નોલોજી રજૂ કરશે. કંપની ‘કોના ઇલેક્ટ્રિક’ અને ‘નેકસો’ પણ રજૂ કરશે. નવી ક્રેટા SUVની સ્કેચેડ ડિઝાઇન રિલીઝ કરવામાં આવી છે. જોકે કંપનીએ તેની કિંમત અને ફીચર વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
Thursday, May 9