Infinix એ ભારતમાં નવો બજેટ ફોન Infinix Note 12 Pro લોન્ચ કર્યો છે. લેટેસ્ટ ફોન કંપનીની Note 12 સિરીઝનો 5મું ડિવાઈસ છે. અગાઉ કંપનીએ સિરીઝમાં Note 12, Note 12 Turbo, Note 12 Pro 5G અને Note 12 5G લૉન્ચ કરી છે. કંપનીએ ગયા મહિને જ Infinix Note 12 5G લોન્ચ કર્યો છે.લેટેસ્ટ હેન્ડસેટ એટલે કે Infinix Note 12 Pro વિશે વાત કરીએ તો તેમાં MediaTek Helio G99 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં AMOLED ડિસ્પ્લે, 108MP કેમેરા સેટઅપ, મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ મળે છે.
Infinix Note 12 Pro કિંમત અને સેલ
આ સ્માર્ટફોનને સિંગલ કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ ઓપ્શન છે. ફોનના આ વેરિઅન્ટને તમે 16,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડિવાઇસને સફેદ, વાદળી અને ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું પ્રથમ વેચાણ 1 સપ્ટેમ્બરના રોજ છે. તમે ફ્લિપકાર્ટ પરથી આ સ્માર્ટફોનને 1500 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ ડિસ્કાઉન્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંને પર મળે છે.
સ્પેશિફિકેશન શું છે?
Infinix Note 12 Proમાં 6.7-inch Full HD + AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 60Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોન MediaTek Helio G99 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે. તમે માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 2TB સુધી વધારી શકો છો.હેન્ડસેટ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેનો મેઇન લેન્સ 108MP છે. આ સિવાય 2MP ડેપ્થ સેન્સર અને AI લેન્સ ઉપલબ્ધ છે. ફ્રન્ટમાં કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 પર આધારિત XOS 10.6 પર કામ કરે છે.