રિલાયન્સ જિયો પ્લાનઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના તમામ કસ્ચમર્સને ધ્યાનમાં રાખીને અનેક પ્લાન લાવતી રહે છે. તાજેતરમાં જ જીઓએ ક્રિકેટના ચાહકોને ધ્યાનમાં રાખીને એક પ્લાન લોન્ચ કર્યો છે. આઈપીએલને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ લાવવામાં આવી છે. આ યોજનાઓ ક્રિકેટ પ્રેમીઓમાં પણ મોટી હિટ સાબિત થઈ રહી છે કારણ કે તે તમારા ખિસ્સા પર પણ બહુ મોંઘી સાબિત થશે નહીં. Jio 219 રૂપિયાનો પ્લાન લાવ્યું છે, જેમાં કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે.
Jioનો રૂપિયા 219 પ્રીપેડ રિચાર્જ પ્લાન (Jio Rupees 210 Recharge plan)
રિલાયન્સ જિયોના રૂપિયા 219ના પ્લાનમાં કસ્ચમર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. Jioના આ પ્લાનમાં કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે. Jioના આ પ્લાનમાં કસ્ચમર્સને 14 દિવસમાં કુલ 42GB ડેટા મળશે. ઉપરાંત, બધા નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલ્સ ઉપલબ્ધ રહેશે. આ પ્લાનમાં 25 રૂપિયાનું વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ કરીને, તમને 2 જીબી વધારાનો ડેટા મળશે. Jio ક્રિકેટ પ્લાન IPLના સમયમાં કસ્ચમર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. જે યુઝર્સ ક્રિકેટ પ્લાનમાં બજેટ પ્લાન શોધી રહ્યા છે, તેમના માટે આ એક સારો ઓપ્શન છે. તમે આ પ્લાન Jio એપ પરથી લઈ શકો છો.
રિલાયન્સ જિયોનો રૂપિયા 399 પ્રીપેડ રિચાર્જ પ્લાન (Jio Rupees 399 Recharge plan)
રિલાયન્સ જિયોના 399 રૂપિયાના પ્લાનમાં કસ્ચમર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં પણ કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે. એટલે કે કસ્ચમર્સ ને 28 દિવસ માં કુલ 84GB ડેટા મળશે. ઉપરાંત, તમને બધા નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલ્સનો બેનિફિટ મળશે. Jio આ પ્લાનમાં કસ્ચમર્સને 61 રૂપિયાનું વાઉચર આપી રહ્યું છે. આ વાઉચર નો ઉપયોગ કરીને, તમે 6GB વધારાનો ડેટા મેળવી શકો છો. જેનો જિયોના કસ્ટમર્સ ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે.