નવી દિલ્હી : ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ આવી જ ઘણી એપ્સનાં નામ બહાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે બે દિવસ પહેલા જ ટિકટોક જેવી નવી મોજ (Moj) એપ લોન્ચ કરી હતી કે તેને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જ્યાં તેને 3.3 સ્ટાર આપવામાં આવ્યા છે.
વીડિયોમાં ફિલ્ટર્સની સુવિધા
આ એપના ફીચર્સ વિશે વાત કરવામાં આવે તો તે ટિકટોક જેવી જ એક ભારતીય એપ છે. તમે શોર્ટ વિડિયોઝ બનાવી શકો છો અને અન્ય લોકોના વિડીયો જોઈને પ્રતિક્રિયા આપી શકો છો. વપરાશકર્તાઓ 15 સેકંડના વિડીયોઝ બનાવીને વિડીયોઝને વધુ સારો અને સુંદર બનાવી શકે છે. તેમાં લિપ-સિંકિંગ સુવિધા પણ છે.
15 ભારતીય ભાષાઓ તરફથી સપોર્ટ મળ્યો
આ એપને હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ અને પંજાબી સહિત 15 ભાષાઓના સપોર્ટ સાથે લાવવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આમાં અંગ્રેજી ભાષાને સપોર્ટ આપવામાં આવ્યો નથી. પ્લે સ્ટોર મુજબ આ એપમાં તમને ડાન્સ, કોમેડી, વ્લોગ, ફૂડ, ડીઆઈવાય, મનોરંજન, સમાચાર, ફની વીડિયો, ગીતો અને લવ શાયરી જેવી સામગ્રી મળશે.