એરટેલના બ્રોડબેન્ડ અને પોસ્ટપેઈડ યુઝર્સને હવે ફ્રીમાં નેટફ્લિક્સ જોવા નહીં મળે. કંપનીએ નેટફ્લિક્સ સાથે પોતાનો કરાર તોડતા યુઝર્સે હવે નેટફ્લિક્સ સર્વિસનો લાભ ઊઠાવવા માટે પૈસા આપવા પડશે. એરટેલ અત્યાર સુધી તેના બ્રોડબેન્ડ સર્વિસ એક્સટ્રિમ ફાઈબર અને પોસ્ટપેઈડ પેક્સ પર 3 મહિના સુધી નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવતું હતું. પરંતુ કંપનીએ પ્લાનમાં ફેરફાર કર્યો હોવાથી યુઝર્સે હવે નેટફ્લિક્સ માટે પૈસા આપવા પડશે. જોકે બ્રોડબેન્ડ યુઝર્સને એમેઝોન પ્રાઈમની ફ્રી સેવા મળશે. બ્રોડબેન્ડ અને પોસ્ટપેઈડ પેક્સના કરન્ટ પ્લાન ધરાવતા યુઝર્સને ફ્રી સેવાનો લાભ મળતો રહેશે પરંતુ હવે નવો પ્લાન લેતા યુઝર્સને તેનો લાભ નહીં મળે.
Friday, May 10