OnePlus એ નવું સ્માર્ટ ટેલિવિઝન OnePlus TV 40 Y1S લોન્ચ કર્યું છે. કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે એન્ડ્રોઇડ 11 પર ચાલતા આ સ્માર્ટ ટીવી 14 એપ્રિલથી સેલિંગ માટે ઉપલબ્ધ થશે. આ ટીવી ઓનલાઈન પ્લેટફોર્મ તેમજ ઓફલાઈન સ્ટોર્સ પર ખરીદી શકાય છે. આ ટીવીમાં ફુલ એચડી સ્ક્રીન છે અને તેની સાઈઝ 40 ઈંચ છે. તેમાં ડોલ્બી ઓડિયો પર આધારિત બેઝલલેસ ડિસ્પ્લે, HDR10+ સપોર્ટ અને “સિનેમેટિક સાઉન્ડ આઉટપુટ” જેવીા ઘણીા શાનદાર ફિચર્સ છે. આવો જાણીએ તેમાં બીજું શું ખાસ છે.
મળશે બેસ્ટ ફિચર્સ
કંપનીના જણાવ્યા અનુસાર, ઇમર્સિવ ઑડિયો એક્સપિરિયન્સ માટે ટીવીમાં બે ફુલ-રેન્જ 20W સ્પીકર્સ છે. વધુમાં, OnePlus યુઝર્સ OnePlus Connect 2.0 નો ઉપયોગ કરીને તેમના OnePlus Buds અથવા OnePlus Watch ને ટીવી સાથે કનેક્ટ કરી શકશે.
ટીવી OxygenPlay 2.0 સાથે પણ આવે છે. કંપનીનું કહેવું છે કે આ દ્વારા તે યુઝર્સને અગ્રણી ઇન્ટનેશનલ અને રિજનલ કન્ટેન્ટ પાર્ટનર્સ પાસેથી કન્ટેન્ટ મુજબની રેન્જને આસાનીથી એક્સેસ કરવાની મંજૂરી આપે છે. સાથે જ 230થી વધુ લાઈવ ચેનલો પણ એક્સેસ કરી શકાશે.
વનપ્લસ ટીવીનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ રિપોર્ટને ટાંકીને પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, “OnePlus 2022માં સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટ ટીવી બ્રાન્ડ્સમાંની એક તરીકે ઉભરી આવી છે, જેણે વાર્ષિક ધોરણે 80 ટકા વૃદ્ધિ નોંધાવી છે.” રિપોર્ટ અનુસાર, OnePlus TV Y1 અને OnePlus TV Y1S ને કસ્ટમર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.