ટેકનોલોજીએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. ડગલેને પગલે અાપણે નવા સોપાનો સર કરી રહ્યા છીએ. ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા, ઈન્ટરનેટ અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને Kantar IMRB ‘ઈન્ટરનેટ ઇન ઇન્ડિયા 2017’ નામે રિપોર્ટ બહાર પાડ્યો છે.આ અહેવાલ મુજબ, ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા જૂન 2018 સુધી 50 મિલિયનની સંખ્યાને પાર કરશે.
આ અહેવાલમાં નોંધનીય બાબત એ છે કે 30 ટકા (14.3 મિલિયન) મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે ડિસેમ્બર 2017 માં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 481 મિલિયન હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્માર્ટફોન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી રહી છે. અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 87 ટકા ઇન્ટરનેટનો સ્માર્ટફોન પર ઉપયોગ કરે છે, જ્યારે શહેરી વિસ્તારમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 86 ટકા છે.
આ અહેવાલ મુજબ, 186 મિલિયન લોકો 918 મિલિયન અથવા 91.8 કરોડ ગ્રામીણ વસ્તીના ઇન્ટરનેટ વપરાશનો ઉપયોગ કરે છે.અામા મહિલાઓની સંખ્યા ફક્ત 30 ટકા જ છે.