નવી દિલ્હી : ભારતીય બજારમાં બોયકોટ ચાઇના પ્રોડક્ટ્સ અભિયાન હોવા છતાં, ચીની કંપનીઓ ફરી એકવાર ભારતમાં ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચીની કંપની ઓપ્પો (OPPO)એ ટૂંક સમયમાં ભારતમાં રેનો 4 પ્રો ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે આ ફોન 31 જુલાઈએ ભારતીય બજારમાં લોન્ચ થશે. કોરોના સંક્રમણને કારણે કંપની વર્ચ્યુઅલ રીતે ઓપ્પો રેનો 4 પ્રો સ્માર્ટફોનનો લોન્ચિંગ ઇવેન્ટ કરશે. તે કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, બોયકોટ ચાઇના પ્રોડક્ટ્સ અભિયાન ચાલતું હોવા છતાં ભારતમાં લોકોએ ચાઇનીઝ સ્માર્ટફોન અને ટીવી વગેરે ખરીદ્યા છે. સોશિયલ મીડિયા પર, લોકો બોયકોટ ચાઇના અથવા બોયકોટ ચાઇના પ્રોડક્ટ્સ વગેરે પર ટિપ્પણી કરે છે પરંતુ આ લોકોમાંથી ઘણા લોકો જાતે ચાઇનીઝ સ્માર્ટફોન અને અન્ય ચીની ઉત્પાદનો ખરીદે છે. આવી સ્થિતિમાં, બોયકોટ ચાઇના પ્રોડક્ટ્સ કેમપેઇન ચાલતું હોવા છતાં પણ ઉત્પાદનોના વેચાણને કારણે, ચીની કંપનીઓને ભારત તરફથી ઘણી આશા મળી છે અને તેઓ ફરી એકવાર ભારતીય બજારમાં ઉત્પાદનો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.