- આ સ્માર્ટફોનમાં 65 વૉટનું ફાસ્ટનું ચાર્જિંગ આપવામાં આવશે. ફોનમાં 90Hzની ડિસ્પ્લે આપવામાં આવશે
- હાલમાં Oppo R17 Pro સ્માર્ટફોન સૌથી ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો સ્માર્ટફોન છે
- આ ફોનને ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે
ગેજેટ ડેસ્કઃ ઓપો રેનો 2 સિરીઝના લોન્ચિંગ ઇવેન્ટમાં કંપનીએ ‘Oppo Reno Ace’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનમાં 65 વૉટનું ફાસ્ટનું ચાર્જિંગ આપવામાં આવશે. ફોનમાં 90Hzની ડિસ્પ્લે આપવામાં આવશે.
આ ફોન દુનિયાનો સૌથી ફાસ્ટ ચાર્જિંગ આપનારો પ્રથમ સ્માર્ટફોન બનશે. હાલની તારીખમાં Oppo R17 Pro સ્માર્ટફોન સૌથી ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો સ્માર્ટફોન છે, જે 50 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. અન્ય સ્માર્ટફોન કંપનીમાં 45 વૉટ સુધીનું સ્માર્ટ ચાર્જિંગ આપવામાં આવે છે.
આ ફોનમાં 6.5 ઇંચની વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનમાં 4,880 mAhની બેટરી આપવામાં આવશે. ફોનમાં ઓક્ટાકોર કોર પ્રોસેસર સાથે 4GB રેમ અને 1258GBની સ્ટોરેજ પણ આપવામાં આવશે. આ ફોનની કિંમત અને અન્ય માહિતી વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.