ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને વોટ્સએપની પેમેન્ટ સર્વિસની સુરક્ષિતતાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. NPCI વોટ્સએપે રિઝર્વ બેન્ક નિયમો અને ગ્રાહકોના ડેટા સુરક્ષા નિયમો સંતોષ્યા છે કે નહીં તેની તપાસ કરશે. સરકાર ખાતરી કરવા માગે છે કે મોબાઈલ મેસેન્જર એપ પોતાની સેવાઓનો વિસ્તાર કરતા અગાઉ રિઝર્વ બેન્કના નિયમો અને ગ્રાહકોના ડેટા સુરક્ષા માટે પૂરતા પગલાં લે. વોટ્સએપ પેમેન્ટ રિઝર્વ બેન્કની અનુમતિ મુજબ કામ કરે છે કે નહીં એની પણ NPCI તપાસ કરશે. તેમજ પોતાનો ડેટા ક્યાં સ્ટોર કરે છે તેની પણ જાણકારી મેળવશે. વોટ્સએપની મૂળ કંપની ફેસબુકે તેની પાસે રહેલા ડેટાની જાણકારી તેને આપી છે કે કેમ તેની પણ માહિતી NPCI મેળવશે. રિઝર્વ બેન્કે 5મી એપ્રિલ, 2018ના રોજ જણાવ્યું હતું કે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ ખાતરી કરવી જોઈશે કે પેમેન્ટ સંબંધિત તમામ આંકડા માત્ર ભારતમાં સ્ટોર કરવા. આ નિયમના પાલન માટે તેમને છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.