JioAirFiber રજૂ કરવામાં આવ્યું છે. આ ડિવાઇસ નામ પ્રમાણે જ કામ કરશે. તેના દ્વારા યૂઝર્સ વાયર વગર પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. જો કે, કંપનીએ હાલમાં તેના પ્લાન વિશે માહિતી આપી નથી. પરંતુ, આવનારા સમયમાં કંપની આ વિશે વધુ માહિતી શેર કરી શકે છે. Reliance Jioની 5G સેવા ઓફિશિયલ રીતે રજૂ કરવામાં આવી છે. Jioની 5G સેવા સૌપ્રથમ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં શરૂ કરવામાં આવશે. Jioની 5G સેવા આ મેટ્રો શહેરોમાં દિવાળી 2022 સુધી ઉપલબ્ધ થશે. JioAirFiber શું છે?
JioAirFiber સાથે ઘણું બદલાશે. તેનાથી તમારી IPL મેચ જોવાની રીત પણ બદલાઈ જશે. તે એક એવું ડિવાઇસ છે જેનાથી યુઝર્સ વાયર વગર પણ ફાઈબર જેવી ડેટા સ્પીડનો આનંદ માણી શકે છે. તેના દ્વારા યુઝર્સ તેમના ઘરે વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવી શકે છે. Jio, JioAirFiber દ્વારા 5G કનેક્ટિવિટી વધુ વધારવા માંગે છે. AGM દરમિયાન, આકાશ અંબાણીએ કહ્યું કે સિંગલ ડિવાઈસ JioAirFiberનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હશે. તેની સાથે ઘર કે ઓફિસમાં ગીગાબિટ્સ સ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવશે. JioAirFiber દ્વારા, લાખો ઘરો અને ઓફિસોને અલ્ટ્રા-હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ સાથે ખૂબ જ ટૂંકા સમયમાં કનેક્ટ કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સાથે ભારત ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં ટોપ-10 દેશોમાં પણ પહોંચી શકે છે.
કોઈપણ લેગ વિના ડિવાઇસ પર લાઇવ સ્પોર્ટ્સ પ્રોગ્રામ્સ જોઈ શકાય છે. આ સિવાય કંપનીએ Cloud PC પણ લોન્ચ કર્યું છે. કંપનીએ આ થીન ડિવાઇસને વર્ચ્યુઅલ પીસી કહ્યું છે. જો કે, તેના કાર્ય વિશે સંપૂર્ણ માહિતી હજી મળી શકી નથી. આ સિવાય કંપનીએ હજુ સુધી Jio 5G પ્લાન વિશે માહિતી આપી નથી. JioAirFiberની કિંમત વિશે કંપની તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. કંપનીએ કહ્યું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં તે ભારતના તમામ શહેરોમાં 5G કનેક્ટિવિટી લાવશે.