તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે કે દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન જોધપુર એરપોર્ટમાં આઇએએફના ફાઇટર એરક્રાફ્ટ સુકોઈ 30 એમકેઆઈમાં ઉડાન ભરી હતી.સંરક્ષણના સૂત્રોના જણાવ્યા મુજબ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન જી-સ્યુટ પાયલોટના પોશાક પહેર્યો હતો અને કોકપીટમાં બેઠા હતા.તેઅો અભિયાનની તૈયારી અને લડાઇ ક્ષમતાઓની સમીક્ષા કરી રહ્યા છે.સુખોઇ -30 એમકેઆઇ એ અણુ સક્ષમ વિમાન છે, જે દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે.
અાપને જણાવીએકે તે દેશના સૌપ્રથમ સંરક્ષણ પ્રધાન છે, જે સુખોઈ -30 ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હોય.આ પહેલાં, 25મી નવેમ્બર, 2009ના રોજ, ત્રણ સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર તરીકે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પુણેમાં સુખોઈમાં ઉડાન ભરી હતી.સુખોઈને એર ફોર્સના શ્રેષ્ઠ સેનાની લડાકુ વિમાન ગણવામાં આવે છે.તેના પર સવારી કરવી અે ખુબજ ગર્વની વાત છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.