એપલના આઇફોનનું વેચાણ ધીમુ પડ્યુ તે વાત ફક્ત એપલ માટે જ નહીં પણ સમગ્ર સ્માર્ટફોન ઉદ્યોગ માટે ચિંતાપ્રેરક છે. ટેક ઉદ્યોગ હવે સ્માર્ટફોનના વેચાણની ટોચને આંબી ચૂક્યો છે, જ્યાં દરેક જણ પાસે લગભગ હવે એક સ્માર્ટફોન તો છે જ. હવે બહુબહુ તો તેને અપગ્રેડ કરવાની વાત છે. કેટલાક ઉત્પાદકોએ નફો જાળવી રાખવા ભાવ વધાર્યા છે. પરંતુ એપલમાં પડેલી ઘટ તેની વ્યૂહરચનાની મર્યાદા દેખાડે છે. કંપનીએ જણાવ્યું હતું કે આઇફોનની માંગ ઘટી રહી છે અને 2018ના અંતિમ ક્વાર્ટરમાં તે અંદાજ કરતાં પણ નીચે ઉતરી જશે, આ ઘટાડાનું મુખ્ય કારણ ચીન છે. એપલના શેર ગુરુવારે 2013 પછીની સૌથી ખરાબ ખોટના સથવારે 10 ટકા ઘટ્યા હતા. કંપનીએ 74.6 અબજ ડોલરનો બજારમૂલ્યમાં ઘટાડો નોંધાવ્યો હતો, તે દિવસે ટેક્નોલોજી કંપનીઓમાં મોટાપાયે ઘટાડો જોવાયો હતો, જેના લીધે તેણે સાત વર્ષની સૌથી ખરાબ ખોટ નોંધાવી છે. વેડબુશ સિક્યોરિટીના વિશ્લેષક ડેન ઇવ્સે જણાવ્યું હતું કે એપલના સમાચાર ઉદ્યોગ માટે ચેતવણીસૂચક છે. ફક્ત એપલના ફોન નહી, લગભગ બધા જ સ્માર્ટફોનની માંગમાં ઘટાડો થયો છે. સેમસંગ સ્માર્ટફોનના વેચાણમાં લાંબા સમયથી અગ્રેસર રહ્યુ હોવાથી તેને સૌથી મોટો ફટકો પડ્યો છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા 12 મહિનાના અંતે તેના ફોનની નિકાસ 8 ટકા ઘટી હતી.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.