28 દિવસની વેલિડિટી, ડેટા અને અન્ય ઘણા લાભો સાથે આ છે Airtelના શ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન
એરટેલ તેના યુઝર્સને ઘણા પ્રકારના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આ કારણે ઘણી વખત શ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમે એરટેલના ગ્રાહક છો અને 600 રૂપિયાની અંદર શ્રેષ્ઠ પ્લાન મેળવવા માંગો છો, તો અહીં સંપૂર્ણ સૂચિ છે.
એરટેલ રૂ. 179 નો પ્લાન
એરટેલનો 179 રૂપિયાનો પ્લાન કુલ 2GB ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલ આપવામાં આવે છે. આ સિવાય એરટેલનો 359 રૂપિયાનો પ્લાન દૈનિક 2GB ડેટા સાથે આવે છે, જે 28 દિવસ માટે માન્ય છે.
એરટેલ રૂ 299 નો પ્લાન
એરટેલનો 299 રૂપિયાનો પ્લાન દૈનિક 2GB ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં પણ દરરોજ અનલિમિટેડ કોલ અને 100 SMS આપવામાં આવે છે.
એરટેલ રૂ 265 નો પ્લાન
એરટેલનો 265 રૂપિયાનો પ્લાન દૈનિક 1GB ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS ઉપરાંત અનલિમિટેડ કોલ પણ આપવામાં આવે છે.
એરટેલ રૂ 599 નો પ્લાન
એરટેલનો 599 રૂપિયાનો પ્લાન કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા અને દરરોજ 100SMS આપવામાં આવે છે. આની મદદથી તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકો છો.
એરટેલના રૂ. 599ના પ્લાન સાથે ડિઝની + હોટસ્ટાર અને વિંક મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે. તેની વેલિડિટી 28 દિવસની છે.