વીડિયો મેકિંગ એપ ટિકટોક (TikTok) સપ્ટેમ્બરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી મોટી સોશિયલ મીડિયા એપ્લિકેશનોને પાછળ છોડી દીધી છે. જ્યારે, સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિક ટોક સૌથી વધુ ડાઉનલોડ કરાતી એપ્લિકેશન બની છે. સાથે જ, આ એપ્લિકેશનનાં યુઝર બેઝમાં પણ સતત વધારો થઈ રહી છે. સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ, લોકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ટીક્ટોક એપને સૌથી વધુ ઇન્સ્ટોલ કર્યું છે. બીજી બાજુ, આ એપ્લિકેશને એપ સ્ટોર પણ ધમાલ મચાવી દીધી છે.
60 મિલિયન યૂઝર્સે કર્યુ ઈન્સ્ટોલ
રિપોર્ટનું માનીએ તો લગભગ 60 મિલિયન યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરી છે. જ્યારે આ સંખ્યામાં સૌથી વધારે ભારતીય સામેલ છે. અમેરિકાની વાત કરીએ તો અહીં લગભગ 8 ટકા યુઝર્સનાં ફોનમાં આ એપ ઈન્સ્ટોલ છે. જ્યારે બીજી તરફ ફેસબુકની વાત કરીએ તો આ એપને 50.2 મિલિયન યૂઝર્સે ડાઉનલોડ કરી છે. ટોપ 10 એપની લિસ્ટમાં પહેલા પર ટિકટોક, બીજા પર ફેસબુક અને ત્રીજા પર ઈન્સ્ટાગ્રામ અને ચોથા પર લાઈફ એપ અને પાંચમા સ્થાને સ્નેપચેટ છે.
ટિક ટોક આ રીતે કરે છે કામ
ટિક ટૉક સોશિયલ મીડિયાની સાથે વીડિયો શેરિંગ એપ છે. યૂઝર્સ આ એપ દ્વારા 15થી લઈને 60 સેકન્ડનો વીડિયો બનાવી શકે છે. આ એપમાં સોન્ગ ક્લિપ્સ, ફિલ્મ અને ટીવી સીરીયલ્સના ડાયલોગને સપોર્ટ મળશે. તેના સિવાય વીડિયો એડિટિંગ ટૂલ્સ પમ આપવામાં આવશે. તેની ખાસિયતની વાત કરીએ તો લોકો સરળતાથી એપ વગર પણ વીડિયો જોઈ શકે છે.