Y03 : Vivo તેનો નવો Y સિરીઝ સ્માર્ટફોન – Vivo Y03 લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોનને ચીનની સાથે ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે. ફોનની લોન્ચિંગ તારીખ વિશે કંપનીએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. દરમિયાન, આ આગામી ફોનને તાઈવાનના NCC પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ લિસ્ટિંગમાંથી ફોનના ખાસ ફીચર્સ વિશે જાણકારી સામે આવી છે. NCC મુજબ ફોનનો મોડલ નંબર V2332 છે. આમાં Vivo 4880mAh બેટરી આપવા જઈ રહ્યું છે, જેનું માર્કેટિંગ 5000mAh તરીકે કરવામાં આવશે.
ફોન 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે
ફોનની આ બેટરી 15 વોટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપની ફોન સાથે એડેપ્ટર આપવા જઈ રહી છે, તેનો મોડલ નંબર V1530L0B0-US છે. Vivoનો આ નવો ફોન 64 GB ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે. એક્સ્ટ્રા સ્ટોરેજ માટે કંપની આ ફોનમાં માઈક્રો એસડી કાર્ડ સ્લોટ આપવા જઈ રહી છે. આમાં તમે 1 TB સુધી માઈક્રો એસડી કાર્ડ ઈન્સર્ટ કરી શકશો. Vivoનો આ ફોન 4 GB રેમ સાથે આવશે.
શક્તિશાળી પ્રોસેસર
પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં MediaTek Helio G85 SoC ચિપસેટ આપી શકે છે. OS વિશે વાત કરીએ તો, આ ફોન એન્ડ્રોઇડ 14 પર કામ કરશે. તેને ગીકબેન્ચની સિંગલ કોર ટેસ્ટમાં 392 અને મલ્ટી-કોર ટેસ્ટમાં 1304નો સ્કોર મળ્યો છે. બ્લૂટૂથ SIG અનુસાર, કંપની આ ફોનમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.3 ઑફર કરવા જઈ રહી છે. લીક થયેલા અહેવાલો અનુસાર, કંપની આ ફોનમાં 6.56 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. આ HD+ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોન Y02નું અપગ્રેડેડ વેરિઅન્ટ હોઈ શકે છે. ફોન બજેટ સેગમેન્ટમાં આવી શકે છે.