વોડાફોન-આઈડિયાના કસ્ટમર્સ માટે સારા સમાચાર છે કારણ કે કંપની સતત નવા પ્લાન લાવી રહી છે. આ ફેમિલી પ્લાન કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS ઓફર કરી રહ્યા છે. આજે અમે તમને વોડાફોન આઈડિયાના આવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે વેલ્યુ ફોર મની ફેમિલી પ્લાન છે. આ તમામ પ્લાન પોસ્ટપેડ છે. જો તમે પણ વિચારી રહ્યા હોવ કે આ નવા પ્લાન શું છે, તો ચાલો જાણીએ આ પ્લાન્સની વિગતો.
વોડાફોન આઈડિયા રૂપિયા 699 પોસ્ટપેડ પ્લાન (Vodafone-Idea 699 Postpaid Plan)
વોડાફોન-આઇડિયાના રૂપિયા 699ના પ્લાનમાં કસ્ટમર્સને 2 કનેક્શન મળે છે. જો કે, આમાં તમારે ફક્ત એક માટે ચૂકવણી કરવી પડશે. ફેમિલી પ્લાન હોવાને કારણે કસ્ટમર્સને આમાં 2 કનેક્શન મળી રહ્યા છે. આ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું છે. યુઝર્સને 40GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેમજ 3000 SMS ફ્રી મળી રહ્યા છે. આ તમામ સર્વિસ બીજા નંબર માટે પણ ઉપલબ્ધ રહેશે.
વોડાફોન આઈડિયા રૂપિયા 999 પોસ્ટપેડ પ્લાન (Vodafone-Idea 999 Postpaid Plan)
વોડાફોન-આઇડિયાના રૂ. 999ના પ્લાનમાં કસ્ટમર્સને 4 કનેક્શન મળે છે. જો કે, આમાં તમારે ફક્ત એક માટે ચૂકવણી કરવી પડશે. ફેમિલી પ્લાન હોવાને કારણે કસ્ટમર્સને આમાં 4 કનેક્શન મળી રહ્યા છે. આ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું છે. યુઝર્સને 140GB ડેટા આપવામાં આવી રહ્યો છે. અન્ય 3 યુઝર્સને 40GB ડેટા મળશે. તેની સાથે એમેઝોન પ્રાઇમની 6 મહિનાની સુવિધા પણ મળશે.
વોડાફોન આઈડિયા રૂપિયા 1149 પોસ્ટપેડ પ્લાન (Vodafone-Idea 1149 Postpaid Plan)
Vodafone-Ideaના રૂપિયા 1149ના પ્લાનમાં કસ્ટમર્સને 5 કનેક્શન મળે છે. જો કે, આમાં તમારે ફક્ત એક માટે ચૂકવણી કરવી પડશે. ફેમિલી પ્લાન હોવાને કારણે કસ્ટમર્સને આમાં 5 કનેક્શન મળી રહ્યા છે. આ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું છે. યુઝરને 140GB ડેટા આપવામાં આવી રહ્યો છે. બાકી, બધા કનેક્શન્સ પર 40GB ડેટા ઉપલબ્ધ થશે. આમાં ડિઝની હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન એક વર્ષ માટે ઉપલબ્ધ છે.