ડોમેન નેમ અને ઈન્ટરનેટ સિક્યોરિટીના ડોમેઈનમાં ગ્લોબલ લીડર કંપની વેરિસાઇને જાહેરાત કરી હતી કે 2017ના ચોથા ક્વાર્ટરમાં લગભગ 17 મિલિયન ડોમેન નામો નોંધાયા હતા.વધુમાં, તમામ ટોચના સ્તરના ડોમેન્સ (TLD) માં ડોમેન રજિસ્ટ્રેશનની કુલ સંખ્યા 33.24 કરોડ સુધી પહોંચી છે.એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે વર્ષ 2017 માં, ‘ડોટ કોમ’ અને ‘ડોટ નેટ’ ડોમેન્સની 9 મિલિયન રજિસ્ટ્રેશન થયા 2016 માં અા અાંકડો 88 લાખ હતો.
વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરના અંતમાં ડોમેઇન નેમ બેઝ પર ‘ડોટ કોમ’ અને ‘ડોટ નેટ’ TLDની સંયુક્ત ડોમેન નોંધણી આશરે 14.64 કરોડની રહી છે.કંપનીએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2017 ના રોજ, ‘ડોટ કોમ’ ડોમેઈન રજીસ્ટ્રેશનની કુલ સંખ્યા 13.19 કરોડ હતી જ્યારે ડોટ નેટ ડોમેન નામની કુલ સંખ્યા 1.45 કરોડ હતી.