સ્પીડ મેસેજ એપ વોટ્સઅપ ઉપર ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન મળવાના સમાચાર કેટલાક દિવસોથી તમે સાંભળી રહ્યા હશો. અને હવે તે પૂર્ણ રીતે નક્કી થઇ ચુક્યુ છે. કે WhatsApp માં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન આપવામાં આવશે. WAbetainfoના એક રિપોર્ટ અનુસાર વોટ્સઅપ ગુગલ પ્લે બીટા પ્રોગ્રામની મદદથી એક નવુ અપડેટ સબમિટ કર્યુ છે. જેમાં આ ફિચર આપવામાં આવ્યુ છે.
વધુમાં તમને જણાવી દઇએ કે વોટ્સએપએ iPhone યુઝર્સ માટે ફેસ આઇડી અને ટચ આઇડીનું ફિચર તૈયાર કરી લીધુ છે. જોકે આને સ્ટેબલ અપડેટમાં નથી આપવામાં આવ્યુ. આના પછી હવે કંપની એંન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ઓથેન્ટિકેશન ફીચર ઉપર કામ કરી રહ્યા છે જેમાં ફિંન્ગર પ્રિંન્ટનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ નવા ફિચરના આવ્યા પછી વોટ્સએપ એક નવુ સેક્શન જોડશે જ્યાં યૂજર્સ ફિંગરપ્રિંટ ફીચરને એનેબલ કરી શકશે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.