વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે એક નવું બીટા અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.નવા અપડેટ સાથે, WhatsApp ચેટમાં શેર કરાયેલા ડોક્યુમેન્ટ્સ માટે માટે એક નવું પ્રીવ્યૂ એનેબલ કરી રહ્યું છે.જ્યારે તમે ચેટમાં ડોક્યુમેન્ટ્સ તરીકે વીડિયો અને ફોટો શેર કરો છો ત્યારે ફેસબૂકનું પ્લેટફોર્મ ડોક્યુમેન્ટ પ્રીવ્યૂ મેળવવાની નવી રીત પર કામ કરી રહ્યું છે.હાલમાં તમે ડોક્યુમેન્ટ્સ તરીકે મોકલેલા ફોટો અથવા વિડિયોને ખોલ્યા વિના તેનું પ્રિ વ્યૂ મેળવી શકતા નથી. શેર કરાયેલા સ્ક્રીનશોટ મુજબ, પ્રીવ્યૂ જ્યારે તમે WhatsApp પર દસ્તાવેજ તરીકે પીડીએફ ફાઇલ શેર કરો છો ત્યારે જે દેખાય છે તેવો જ હશે. હાલમાં, WhatsApp માત્ર થોડાક બીટા ટેસ્ટર્સ માટે આ સુવિધાને રોલઆઉટ કરી રહ્યું છે અને કેટલાકને અગાઉના બીટા અપડેટ સાથે પણ આ સુવિધા મળી શકે છે.અત્યાર સુધીમાં, WhatsAppએ આ સુવિધા વિશે સત્તાવાર રીતે કોઈ વિગતો શેર કરી નથી પરંતુ કંપની આગામી કેટલાક અપડેટ્સમાં પૂર્વાવલોકનને સક્ષમ કરવાની યોજના બનાવી રહી છે.
બીટા અપડેટમાં ડિઝાઇન ચેન્જીસ :
વોટ્સએપ ગ્રુપ વોઈસ કોલ દરમિયાન જોવા મળતી એપ વિન્ડોની ડિઝાઈનમાં પણ ફેરફાર કરી રહ્યું છે. આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે છેલ્લા બીટા અપડેટમાં ડિઝાઇન ફેરફારો પહેલાથી જ સામે આવ્યા છે.પ્લેટફોર્મ ગ્રુપ કૉલ દરમિયાન તમામ સહભાગીઓ માટે વૉઇસ વેવફોર્મ ઉમેરી રહ્યું છે. વૉઇસ વેવફોર્મ વૉઇસ નોટ્સમાં જોવા મળતાં સમાન હોય છે.હાલમાં માત્ર થોડા એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ:
ડિઝાઇનમાં ફેરફાર ઓછા છે પરંતુ તે પેજને નવો દેખાવ આપે છે. નવી ડિઝાઇન હાલમાં માત્ર થોડા એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે પરંતુ પ્લેટફોર્મ આગામી અઠવાડિયામાં તેને વધુ વપરાશકર્તાઓ સુધી લાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ફીચર માત્ર બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ હોવાથી, ડિઝાઇન ક્યારે સાર્વજનિક રીતે રિલીઝ થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.