ટૂંક સમયમાં જ WhatsApp વેબ માટે વૉઇસ કૉલિંગ સપોર્ટ સુવિધા લોન્ચ કરી શકે છે.આ સુવિધા દ્વારા, વપરાશકર્તાઓ વેબ પરથી વૉઇસ કૉલ્સ પણ કરી શકશે.સાથે સાથે કોલ રિશિવ પણ કરી શકશે.એટલે કે, આ સુવિધા આવવાથી કમ્પ્યુટરથી કૉલ કરવામાં સક્ષમ બનશે.આ ક્ષણે, વપરાશકર્તાઓએ આ સેવાનો લાભ લેવા માટે તેમના મોબાઇલ ફોનનો આશરો લેવો પડે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીએ વૉઇસ કૉલિંગ સુવિધાને WhatsApp Web કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે.તાજેતરમાં જ રિપોર્ટમાં જણાવાયું છે કે, WhatsApp Space એપલ આઇપેડ માટે વેબ ક્લાઈન્ટ એપ્લિકેશન લોન્ચ કરી શકે છે.હવે, WABetaInfo એ નોંધ્યું છે કે ફેસબુકની માલિકીની કંપની WhatsApp આઈપેડ એપ્લિકેશન પર વૉઇસ કૉલ કરી શકે છે.