સુરત:
કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસ સિલિન્ડર ના ભાવમાં તોતિંગ વધારો ઝીકતા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે…સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા સામે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખી માથે કાળી પટ્ટી પહેરી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો…..
સુરતના ઉધના વિસ્તારમાં આજ રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….જ્યા માથે કાળી પટ્ટી બાંધી ગેસ સિલિન્ડર ના ભાવ વધારા સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો….જેમાં રાંધણ ગેસ સિલિન્ડરની અર્થી પણ તૈયાર કરવામાં આવી હતી…શાંતિપૂર્ણ રીતે ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ શીંઘવ એ જણાવ્યું હતું કે ,છેલ્લા અઢી વર્ષના સાશન દરમ્યાન ભાજપના રાજમા મોંઘવારીએ ભારે માજા મૂકી છે…..ગુરુવારથી રાંધણ ગેસના સિલિન્ડરમાં જે પ્રકારે 86 રૂપિયા નો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે…તેના કારણે તમામ લોકોનું બજેટ ખોરવાયું છે….જેના વિરોધમાં આ કાર્યક્રમ સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું…..