ઝલાતન ઈબ્રાહિમોવિચએ 84 મિનિટે ગોળ કરીને માન્ચેસ્ટર યુનિટેડ ને હારથી બચાવ્યું હતું. અહીં પોતાના ઘર એટલે કે ઓલ્ડ ટ્રાફોર્ડમાં રમાઈ રહેલી માન્ચેસ્ટર યુનિટેડ અને લિવરપૂલ વચ્ચે રમાઈ રહેલી મેચ 1-1ની બરોબરી થી પૂરી થઇ હતી.
જો કે મેચ ના પેહલા જ હાલ્ફમાં વિઝિટર લીવેરપૂલને 27મી મિનિટે જ પેનલ્ટી મળી હતી જેને તેમના પ્લેયર જેમ્સ મિલ્નેરે ગોલમાં તબદીલ કરીને લીવેરપૂલને 1-0 ની સરસાઈ અપાવી હતી. જેથી લીવેરપૂલના ફેન્સમાં ખુસીનો મોજો ફરીવાડયો હતો જયારે માન્ચેસ્ટર યુનિટેડ ના ફેન્સ ખુબજ નારાજ થયા હતા. પરંતુ મેચ ના બીજા હાલ્ફની 84મી મિનિટે ઝલાતાન ઈબ્રાહિમોવિચ એ હેડર મારીને ગોલ કર્યો હતો ત્યારે સ્ટેડિયમનો માહોલ પૂરો બદલાય ગયો હતો અને માંચેસ્ટર યુનિટેડ ને હાર થી બચાવી લીધી હતી.
જો કે ઇંગલિશ પ્રીમિયર લીગ ટાઇટલ માં બેવ ટિમ એક બીજા ની હરીફ ટિમો છે. આ મેચ ટાઇ થઇ હોવાથી બેવ ટિમ ને નુકશાની થઇ છે કારણ કે ટાઇટલ ની રેસમાં જે બીજી ટિમો છે એમનો મોકો મળી ગયો કે એ એમની લીગ ના રેન્કિંગ માં એ એમનું સ્થાન સુધારી શકે. આમ લિવરપૂલ માન્ચેસ્ટર યુનિટેડ ની ટીમની વિજય ગતિને તો અટકાવી દીધી પરંતુ લિવરપૂલ ટાઈટલની રેસ માં પેહલા નમબેરથી નંબર થી 7 પોઇન્ટ અને માન્ચેસ્ટર યુનિટેડ છઠ્ઠા સ્થાને રહીને 12 પોઇન્ટ થી પાછળ થઇ ગઈ છે. નોંધનીય છે કે હવે ગણતરીની જ મેચો બાકી છે.