જેની કરોડો ટેનિસ પ્રેમીઓ ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આવતીકાલથી શરૃ થઇ રહી છે. આ વખતે ક્લે કોર્ટ કિંગ રાફેલ નડાલ ફરી હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. કારણ કે તે હાલ શાનદાર ફોર્મમાં છે. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાજ જોકોવિક પણ તાજ જાળવી રાખવાના હેતુથી સાથે મેદાનમાં ઉતનાર છે. જોકોવિક હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી બાજુ મહિલા વર્ગમાં મુગુરેઝા તાજ જાળવી રાખવાના હેતુથી મેદાનમાં ઉતનાર છે. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયો છે.
સૌથી નિરાશાજનક સમાચાર એ છે કે આ વખતે કેટલાક સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા નથી. જેમાં સૌથી નિરાશાજનક બાબત રશિયન ગ્લેમર ગર્લ મારીયા શારાપોવા છે. મારીયા શારાપોવાને ફ્રેન્ચ ઓપનમાં રમવાની તક આપવામાં આવી નથી. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૃપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ આ વખતે તે રમવા માટે આશાવાદી હતી. જોકે તેની આશા ઉપર હાલમાં જ પાણી ફરી વળ્યું હતું.
રશિયન સ્ટાર એપ્રિલ મહિનામાં ટેનિસ સર્કિટમાં ફરી પ્રવેશી હતી પરંતુ તેને રોલેન્ડ ગેરોસના આયોજક દ્વારા આ વર્ષની ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વાઈલ્ડ કાર્ડ મારફતે એન્ટ્રી આપવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી બાજુ રોઝર ફેડરર પણ આ વખતે રમનાર નથી. ૧૮ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતી ચુકેલા રોઝર ફેડરરે આ વખતે ફ્રેન્ચ ઓપનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. રોઝર ફેડરરની નજર હાલ આ વર્ષ ેજ ફ્રેન્ચ ઓપન બાદ રમાનારી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશી ટેનિસની સૌથી મોટી સ્પર્ધા છે. બાજુ ૩૫ વર્ષીય અમેરિકન સ્ટાર ખેલાડી સરેના વિલિયમ્સ પણ આ વખતે રમનાર નથી. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરનાર નથી. તે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. ગયા સપ્તાહમાં જ ઈટાલિયન ઓપન વેળા તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઉપરાંત પેટ્રા ક્વીટોવા પણ ફ્રેન્ચ ઓપનમાં નહીં રમવા માટે ઈચ્છુક છે. બે વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન પેટ્રા ક્વિટોવાનું કહેવું છે કે તે હાલમાં ડિસેમ્બર મહિનામાં એક ઘુસણખોર દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સંપૂર્ણપણે રિકવર થઈ નથી અને રમવા માટે સજ્જ થઈ નથી આવતીકાલથી ફ્રેન્ચ ઓપનની શરૃઆત થયા બાદ તે ૧૧મી જૂન સુધી ચાલનાર છે. રાફેલ નડાલ અને જોકોવિક વચ્ચેની મેચને લઇને ચાહકો ઉત્સુક છે. બન્નેને પડકાર ફેંકવા માટે એન્ડી મરે પણ સંપૂણપણે સજ્જ છે. અન્ય યુવા સ્ટાર પણ છવાઇ જવા માટે ઉત્સુક છે.