GSTના અમલીકરણને લઈને અનેક અટકળો તેમજ વિરોધ બાદ પણ હવે 1 જુલાઈ થી તેનો અમલ શરૂ કરવામાં આવશે.અને 30મી જુનની મધ્યરાત્રીએ રાષ્ટ્રપતિના હસ્તે GST લોન્ચ કરવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં 1 જુલાઈથી GST લાગુ કરવા માટેની તૈયારીઓ પુરી થઈ રહી છે. 1 જુલાઈથી સમગ્ર દેશમાં GST લાગુ થશે.કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ અંગે કહ્યું હતુ કે 30 જુન રાત્રે 12 વાગ્યાથી GST લાગુ થશે.
GSTને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે લોન્ચ કરવામાં આવશે.30 જુનની રાત્રે સંસદના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી , વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજન અને પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ અને દેવગૌડા પણ ઉપસ્થિત રહેશે.