[slideshow_deploy id=’10377′]
વલસાડ જિલ્લામાં પુરવઠા વિષયક તથા પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને કેશલેસ પેમેન્ટ બાબતેની જાણકારી આપવા માટેનો સેમિનાર પારડી નગરપાલિકા હોલ, પારડી ખાતે યોજાયો હત.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આધાર એનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ થકી છેવાડાના લોકોને પણ વિશ્વાસપૂર્વક મદદરૂપ થઇને રાજ્ય સરકારશ્રીના ડિજીટલ ઇન્ડિયાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સહિયારો પુરુષાર્થ કરવા અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય કક્ષાએ દરેક નાગરિકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સત્વરે મળે તે માટે વધુમાં વધુ કેશલેસ ટ્રાન્ઝકશન સીસ્ટમ અપનાવી સહકાર આપવા જણાવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ.બી.ચૌધરીએ વાજબી ભાવના દુકાનદારોની સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલી ફરજો અને જવાબદારીઓથી માહિતગાર કર્યા હતા. તેમણે ઇ-ગવર્નન્સ ઇન્ડિયાલી. દ્વારા સંચાલિત પેમેન્ટ લેવડ-દેવડ માટે ઊભું કરવામાં આવેલું પ્લેટફોર્મ કે જે ભારત સરકારના બે એકમના સર્વરને જોડી રોકડ રહિત વ્યવહારોને સરળ અને સુરક્ષિત આકાર આપવાનું કાર્ય કરે છે. આધાર કાર્ડ સર્વર અને પેમેન્ટ સર્વરની મદદથી ડીજીપે સોફટવેર નાનામાં નાના એકમને કેશલેસ બનાવવાનું સરળ બનાવે છે. આ સોફટવેરથી ગ્રાહકની જરૂરિયાત મુજબ નક્કી કરેલા નાણાંનો રોકડ ઉપાડ પણ શકય છે. ડીજીપે સીસ્ટમમાં ફિંગર પ્રિન્ટ વગર નાણાંકીય વ્યવહાર શકય બનતો ન હોય તે સરળ અને સુરક્ષિત છે તેમજ તેમાં કોઇ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ પણ લાગતો નથી. આ ઉપરાંત ગ્રાહક ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એ.ઇ.પી.એસ.ના ઇનામના હકદાર પણ બની શકે છે. લીડ બેંક મેનેજરશ્રી જયેશભાઇ ચૌહાણે વિવિધ બેંકેબલ યોજનાઓની જાણકારી આપી હતી. ગ્રામ્યકક્ષાએ વધુમાં વધુ બેંકમિત્ર યોજનાના સભ્યો બને અને તેઓ ઓછું ભણેલા લોકોને સરકારની યોજનાઓની જાણકારી અને કેશલેસ ટ્રાન્ઝેકશન માટે સેતુરૂપ બની શકે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ અવસરે આધાર એનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ બાબતે તાલુકાવાર શ્રેષ્ઠ કામગીરી કરનાર પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વાપી-પારડીના મામલતદારશ્રી આર.સી.પટેલ, જિલ્લા પુરવઠા મામલતદારશ્રી નરેશભાઇ પટેલ, બી.પી.સી.એલ.ના સેલ્સ મેનેજરશ્રી અજીતસિંહ, પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર એસોસીએશનના પ્રમુખ સર્વશ્રી મહેશભાઇ, પ્રકાશભાઇ, ડાહ્યાભાઇ, મણિભાઇ, રમેશભાઇ અને આયતુલભાઇ સહિત વાજબી ભાવની દુકાનના દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદારશ્રી કમલેશ પટેલે જ્યારે આભારવિધિ પુરવઠા હેડ ક્લાર્કશ્રી પી.આર.પટેલે કરી હતી.