ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ હિન્દ નામ ના શો રૂમ માં આગ લાગતાં ભારે દોઢધામ મચી હતી…ફાયર ના જવાનો એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો…
ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ હિન્દ નામ ના શો રૂમ માં આજ રોજ બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…..
શો રૂમ ના બીજા માળે આગ લાગવા નું જાણવા મળ્યું હતું..જયારે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ના લાશ્કરો એ દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવા ના પ્રયાસો હાથ ધર્યા હતા ..
શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા શો રૂમ માં આગ લાગવાની ઘટના બનતા એક સમયે વાહન ચાલકો તથા રાહદારીઓ પણ ઉભા રહી ગયા હતા….કલાકો ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા માં ફાયર ના જવાનો એ સફળતા મેળવી હતી..હાલ આગ ના કારણે શો રૂમ માં ક્યાં પ્રકાર નું નુકસાન થયું છે તે હાલ જાણી શકાયું નથી ……