મેષ
આજે આધ્યાત્મની તરફ આપનો ઝોક એના ચરમ પર હશે. એટલે સમય કાઢીને કોઈ ધાર્મિક સ્થળ પર જાવ. આજનો દિવસ લાંબા સમયના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે ખૂબજ સારો છે.|
વૃષભ
આજે આપનો કોઈ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. આપ કદાચ કદાચ આ યાત્રા પર પરિવારની સાથે જાવ. કદાચ આ નાની યાત્રા હોય પરંતુ એનું આપના જીવનમાં ઘણું મહત્વ હશે. આપ આ યાત્રાનો પુરો આનંદ લો.|
મિથુન
અઠવાડીઆથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી પણ થય તો એને પ્રેમપૂર્વક અને સમજદારીથી ઉકેલવાની કોશીશ કરજો. એથી આપને ખુશી અને માનસિક શાંતિ મળશે.|
કર્ક
આજે કદાચ આપ ઘણી ચિંતામાં રહેશો. આપની ચિંતા દૂરકરવાને માટે પોતાના પરિવાર અને દોસ્તોની સાથે થોડાક સમય પસાર કરો. આપની આ ચિંતા કાયમી નથી. એ જલ્દીથી ખત્મ થઈ જશે. આજે આપનું વલણ પોતાના પ્રિયજનોની સાથે સમય વીતાવવા તરફ રહેશે.|
સિંહ
આપના પરિવારજનો સાથે આપના સંબંધ મધુર છે. આપના સંબંધોને મધુર બનાવવાને માટે આપે ખૂબ મદદ કરી છે અને એ પ્રયાસ ચાલુ રાખજો. આપ અને આપના પરિવાજન હમેંશા એકબીજાની મદદને માટે તૈયાર રહે છે. પોતાના પરિવારની સાથે થોડોક સમય વ્યતીત કરો. આપ એમની સાથે કદાચ બાહર પિકનિક પર અથવા ફિલ્મ જોવા પણ જઈ શકો છો. એમના સહયોગને માટે આપ એમને કોઈ ભેંટ પણ આપ શકો છો.|
કન્યા
શિક્ષણના ક્ષેત્રમાં આજે આપને સફળતા મળશે. જો આપ વિદ્યાર્થી છો નો આપ ભણતરમાં પોતાને અગળ વધેબા પામશો. આપને કોઈક નવી જગ્યા પર અથવા કોઈ નવી રીતે ભણવાની તક મળી શકે છો. આજે આપને કોઈ મહત્વપૂર્ણ માહિતી પણ મળી શકે છે. જેનાથી આપનો કોઈ સમસ્યા પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે.|
તુલા
આપનું મગજ આજે ઝડપભરે કાળ કરશે જેમાં ઉપયોગ આપ ભવિષ્યની યોજનાઓ બનાવવામાં કરશો. જો આપ માત્ર પોતાના લક્ષ્યો પર ધ્યાન આપો તો બાકી બધું આપમેળેજ યોજના મુજબ થતું રહેશે. ક્યારેક ક્યારેક આપે પોતાની બુદ્ધિનો પુરી રીતે ઉપયોગ કરવો જોઈએ. પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખો એથી આપ પોતાની દરેક સમસ્યા ઉકેલી શકશો.|
વૃશ્ચિક
આજે આપ આધ્યાત્મની તરફ પ્રભાવિત થશો. આપ પોતાના અંદરની રાહને જાણવા ચાહશો. ઈશ્વરની નજીક આદવાની આપની આ ઈચ્છાથી આપને ખૂબ શાંતિ મળશે. એનાથી આપની પ્રતિભા વધુ નીખરશે.|
ધન
જો આપને કોઈ પ્રકારની મદદની જરૂર છે તો આપ કોઈપણ મિત્ર અથવા સંબંધીથી માંગવામાં જરાપણ સંકોચ ન કરશો. આપના નજીકના સંબંધો વિશ્વાસ અને આપસની સમજ પર આધારિત છે. જે સહયોગ આપ એક બીજાને આપશો એથી આપના સંબંધો વધુ મજબુત થશે. જેટલી સ્હેલાઈથી આપ સહુની મદદ કરો છો એટલીજ સ્હેલાઈથી એ લોકો પણ આપની મદદ કરવા તૈયાર રહેશે.|
મકર
આજે આપે બીજાઓ સાથે પોતાની છબી સુધારવામાં લાગ્યા રહેશો. આપને સલાહ આપવામાં આવે છે કે આપ બીજાઓને બદલવાને બદલે પોતાને બદલવાનો પ્રયત્ન કરો. અને આ બદલાવ માત્ર બાહરથી ન હોઈને અંદરથી થવો જોઈએ જો આપનું મન ચોકખું હશે તો આપની સારાઈ આપ મેળેજ બાહર આવી જશે. આપની સારાઈને કારણે સામેવાળો આપમેળેજ આપની સાથે સારો વહેવાર કરવા લાગશે.|
કુંભ
આપની નમ્રતા અને સમજદારી આપના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરી દેશે. આપના બગડી ગયેલા સંબંધોને ફરી સુધારવાના આપના પ્રયાસ જરૂર સફળ થશે જેથી આ સંબંધ ફરીથી મજબુત થશે. આપના પ્રયાસોથી આપના સંબંધોની ગેરસમજણો દૂર થઈ જશે.|
મીન
આજે આપ અચાનક જ પોતાના જુના દોસ્તને મળી શકશો જેથી આપને ખુબજ ખુશી થશે. આજે આપ પોતાના જુના મિત્રની સાથે પોતાની જુના યાદોને તાજી કરી શકો છો. આ શુભ અવસરનો પુરો લાભ ઉઠાવજો. આ દોસ્તોની સાથે પોતાનો સંબંધ એમજ બનાવી રાખજો.