મુંબઈ : બોલિવૂડના મોહનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ દેશભરમાં કોઈ તહેવારથી ઓછો નથી. 11 ઓક્ટોબર શુક્રવારના રોજ અમિતાભ બચ્ચન 77 વર્ષના થવા જઈ રહ્યા છે. તેમના બર્થડે ધૂમ ધાડકા નહીં કરવાનું એલાન તેના ફેન્સને ઉદાસ કરી શકે છે. જી હા! તે સત્ય છે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને તેમનો જન્મદિવસ ધૂમ-ધડાકા સાથે ઉજવવાનો કોઈ ઈરાદો નથી.
પોતાના પ્રશંસકો દ્વારા પોતાના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે નમ્રતાથી વિનંતી કરતા બિગ બીએ કહ્યું હતું કે, “તેમાં ઉજવણી કરવા જેવું શું ? તે પણ એક સામાન્ય દિવસ છે. હું આભારી છું કે હું હાલ પણ કામ કરી રહ્યો છું અને મારુ શરીર મારી આત્મા સાથે તાલમેલ બેસાડી રાખવામાં સક્ષમ છે. “