અમદાવાદમાં દુષ્કર્મના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માનસિક અસ્વસ્થ દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. તો સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામ કરતી 16 વર્ષીય સગીરાને સ્ટોરરૂમમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું હતું.
તો બીજા કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સંગીની હોસ્પિટલમાં 16 વર્ષીય કિશોરીને એક યુવક સાતમા માળે લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પિતા ન હોવાને કારણે ઘરમાં આર્થિક મદદ કરવા માટે સગીરા હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે કામ કરતી હતી. આ મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે.