ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બાગી 3’ની સ્ટારકાસ્ટમાં અંકિતા લોખંડેવાલા સામેલ થઇ છે. આ ફિલ્મમાં અગાઉથી જ શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ સામેલ હતાં. ટેલિવિઝનથી ફિલ્મોમાં આવનારી અંકિતા છેલ્લે કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘મણિકર્ણિકા’માં દેખાઈ હતી. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ ટાઇગરના મોટા ભાઈના રોલમાં છે અને તે જ ફિલ્મનો વિલન પણ છે. જ્યારે અંકિતા ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની બહેનના રોલમાં દેખાશે. આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મને સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
‘બાગી’ સિરીઝની પહેલી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતાં. આ ફિલ્મથી શ્રદ્ધા અને રિતેશ ‘એક વિલન’ બાદ બીજીવાર સાથે કામ કરશે. જ્યારે રિતેશ અને ટાઇગર પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરશે.
આ એક્શન ફિલ્મ અગાઉની બન્ને ફિલ્મો કરતાં વધુ મોટાપાયે બની રહી છે . આ ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ એક્શન સીન્સ પણ વધુ ગ્રાન્ડ હશે. ‘બાગી’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ લાર્જર ધેન લાઈફ અપિઅરન્સ હશે. ટાઈગરે આ ફિલ્મ માટે ખાસ વિવિધ પ્રકારના હથિયાર વાપરવાનું શીખ્યું છે અને અને જુદી-જુદી ફાઇટિંગ સ્ટાઇલ્સની પણ ટ્રેનિંગ લીધી છે.