AUS vs WI: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ એડિલેડમાં રમાઈ રહી છે. આ મેચમાં એક અનોખો રેકોર્ડ બન્યો જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ બનાવી શક્યું નથી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ એડિલેડમાં રમાઈ રહી છે.આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમના ફાસ્ટ બોલરોએ જોરદાર શરૂઆત કરી પ્રથમ દિવસે રમત જીતી લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે એવો રેકોર્ડ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ બનાવી શક્યું નથી.
ઓસ્ટ્રેલિયન બોલરોએ તબાહી મચાવી હતી
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી અને ટીમે 62.1 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. જવાબમાં, સ્ટમ્પના સમય સુધીમાં, ઑસ્ટ્રેલિયાનો સ્કોર 21 ઓવરમાં 59/2 હતો અને ટીમ હજુ પણ પ્રથમ દાવના સ્કોરથી 129 રન પાછળ હતી. કાંગારૂ ટીમ માટે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની જોડીએ 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ સ્ટાર્ક અને નાથન લિયોનને 1-1 સફળતા મળી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે
આ મેચમાં જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને નાથન લિયોન ઓસ્ટ્રેલિયાની ટીમના પ્લેઈંગ 11નો ભાગ છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે પ્લેઈંગ 11માં આવા ચાર બોલર એકસાથે રમી રહ્યા હતા, જેમના નામે ટેસ્ટમાં 250થી વધુ વિકેટ છે. આ દ્રશ્ય ટેસ્ટ ક્રિકેટમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.
શમર જોસેફ ડેબ્યૂ મેચમાં ચમક્યો
ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. આ બંને વિકેટ શમર જોસેફના નામે હતી જે વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. તેણે પ્રથમ દાવમાં પણ 36 રન બનાવ્યા હતા. ડેબ્યૂ મેચમાં શમારે તેના સ્પેલના પહેલા જ બોલ પર સ્ટીવ સ્મિથને સ્લિપમાં કેચ કરાવ્યો હતો. આ પછી તેણે માર્નસ લાબુશેનની વિકેટ પણ લીધી.