શહેરમાં થર્ટી ફર્સ્ટ અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં 17 જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવશે. ત્યારે કાંકરિયા કાર્નિવલમાં 2 DCP, 6 ACP, 16 PI, 63 PSI, ૧૩ મહિલા PSI, 760 પોલીસ જવાનો, 250 મહિલા પોલીસ, SRPની એક કંપની અને 150 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહેશે. ત્યારે ટ્રાફ્ટિની સમસ્યા ન સર્જાય તે માટે એક JCP. 2 DCP. 1 ACP, 2 PI, 2 PSI સહિત 350 ટ્રાફિક જવાનો તૈનાત રહેશે. તેમજ ત્રણ શિફ્ટમાં પોલીસે રાઉન્ડ ધ ક્લોક છંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે.
આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાત્રે 11.55થી 12.30 સુધી ટાકડા ફોડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં સ્ટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેમાં કાંકરિયામાં સાત ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ત્યારે દરેક ગેટ પર છેડતીના બનાવો રોકવા મહિલા શી ટીમ તૈનાત રાખવામાં આવશે. તેમજ સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.