નવી દિલ્હીઃ કોરોનાની કપરી પરિસ્થિતિએ લોકોને બચતનું મહત્વ સમજાવી દીધું છે. હવે લોકો નાની નાની બચતો તરફ વળ્યા છે ત્યારે અનેક કંપનીઓ નાની નાની બચત કરવાના વિકલ્પો આપી રહ્યા છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરવા માટેના અનેક વિકલ્પો છે. જ્યાં રોકાણ પર તગડુ વ્યાજ મળે છે. સાથે ટેક્સમાં પણ બચત થશે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં રોકાણ પર વીમા પોલીસી સહિત અનેક સુવિધાઓ મળે છે. સાથે જ સ્કીમ અંતર્ગત મેચ્યોરિટી પર તમને એક સાથે 7.25 લાખ રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસની આ ખાસ યોજનાનું નામ છે પોસ્ટ ઓફિસ ગ્રામ પ્રિય સ્કીમ છે. આ યોજનાની શરૂઆત મલ્હોત્રા સમિતિ દ્વારા ભારતમાં વીમા સ્થિતિમાં સુધાર માટે એક ભલામણ રૂપે શરૂ કરવામાં આવી હતી. તે સમયે કુલ વસ્તીના ફક્ત 22 ટકાની પાસે જ વીમો હતો. આજે આ યોજનાનો વિસ્તાર ભારતના વિભિન્ન ગ્રામીણ ક્ષેત્રોમાં થઇ ચુક્યો છે. આ યોજનાનો ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 45 વર્ષનો વ્યક્તિ લઇ શકે છે.
આ સ્કીમમાં જો તમે દર મહિને 5042 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવો છો તો આ યોજનાના મેચ્યોર થવા પર તમને 7.25 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. સ્કીમનો પીરિયડ 10 વર્ષ છે. આ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત આવે છે.
પોસ્ટો ઓફિસ ગ્રામ પ્રિય સ્કીમના મેચ્યોર થવા પર 7.25 લાખ રૂપિયા મળે છે. આ યોજના અંતર્ગત પ્રતિ હજાર સમ અશ્યોર્ડ વાર્ષિક આધારે 45 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવી રહ્યું છે. તેવામાં 5 લાખ રૂપિયાના સમ અશ્યોર્ડ પર બોનસની રકમ 22,500 રૂપિયા થશે.
10 વર્ષમાં આ રકમ થઇ જશે 2,25,000 રૂપિયા. આ ઉપરાંત તમને ત્રણ વાર જે રકમ અશ્યોર્ડની રકમ મળી રહી છે તેને કેલ્ક્યુલેટ કરો તો 10 વર્ષમાં તમને 5 લાખ રૂપિયા સમ અશ્યોર્ડ મળશે. એટલે કે 5 લાખ સમ અશ્યોર્ડની બાકી રકમ અને 2.25 લાખ બોનસ, બંને જોડી દઇએ તો 7.25 લાખ રૂપિયા થશે.