મહિલા ક્રિકેટ ટીમ બહુ આશ્ચર્યજનક સાથે રમી રહી છે અને તેઓમાં ભરપૂર પ્રમાણ માં જોશ જોવા મળે છે.T20 શ્રેણીની પ્રથમ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. તેમજ તે મેચ ભારતે ગુમાવી હતી પરંતુ તે મેચમાં ભારતનું પર્ફોર્મન્સ બહુ જબરજસ્ત હતું. તેમાં હરલિન દેઓલ જબરજસ્ત ફિલ્ડિંગ કરતી જોવા મળી હતી તેમાંનો એક કેચ હરલિન દેઓલ બાઉન્ડ્રી પર પકડ્યો હતો.જેને જોઈ બધા આશ્ચર્યજનક થઈ ગયા હતા તેમના ફેન્સ બહુ ખુશ થયા હતા. અને સામાન્ય રીતે આ કેચ મહિલા ક્રિકેટરો મા બહુ મુશ્કેલી ભર્યો હોય છે.
અને તમને સમજી ને આશ્ચર્ય થશે કે હરલીન દેઓલ ની T20 કેરિયર ની બીજી મેચ હતી. તેઓની બોલિંગ તો મસ્ત હતી સાથે સાથે કેચિંગ પણ બહુ જબરદસ્ત જોવા મળી હતી. તેઓએ કેચ 19મી ઓવરમાં પકડ્યો હતો અને સામેની બાજુ ઇંગ્લેન્ડમાં એમી એલન જોન્સ બેટિંગ કરી રહી હતી.
આ 19મી ઓવરમાં ભારતીય ક્રિકેટર શિખા પાંડે બોલિંગ કરી રહી હતી.ત્યારે એમી એલન જોન્સ એ બોલ ને ઉછાળી ફટકાર્યો ત્યારે બોલ સીક્સ જ જવાની હતી પણ હરલીન દેઓલ એ ડાઇવ લગાવી કેચ પકડી લીધો હતો
ફિલ્ડર હરલીન દેઓલ એમી એલન જોન્સ ના બોલ ને હવામા ડાઈ મારીને ખતરનાક પકડ્યો હતો. જે બાઉન્ડ્રી પર આવેલો હતો અને તે કેચ પકડવો મહિલા ક્રિકેટરો માટે બહુ આસાન હોતું નથી. તે કેચ પકડતા બાઉન્ડ્રી પર બેલેન્સ જતા હરલીન દેઓલ તે બોલ ને ઉછાળી દીધો હતો અને ફરી તરત સરખું બેલેન્સ કરીને પાછો કેચ પકડી લીધો હતો. તેમને માનસિક સંતુલન તરત જ સરખું કરી કેચ પકડી લીધો હતો અને તેનું આ કેચ એમી એલન જોન્સ ને નિરાશા માં બદલી શકતો હતો કારણ કે તે બાઉન્ડ્રી પર સીકસ નોંધાવી શકતો હતો.