હવે Facebook, Twitter અને Whatsapp જેવી સોશ્યિલ વેબસાઈટ પરથી પણ તમે મની ટ્રાન્સફર કરી શકો છો. નોટબંદી બાદ મોદીનું ડિજિટલ ઇન્ડિયા બનવવાના સપનાને કારણે કેટલીક બેન્કોએ પોતાની મોબાઈલ એપ્લિકેશન દ્વારા Facebook, Twitter અને Whatsapp સોશ્યિલ વેબસાઈટથી કનેક્ટ થઇને મની ટ્રાન્સફર કરી શકાશે.
Facebook, Twitter અને Whatsapp જેવી સોશ્યિલ વેબસાઈટ થી મની ટ્રાંસફર કરવામાટે તમને 7 ડિજિટનો મોબાઈલ મની આઇડેન્ટીફાયર (MMID) લેવો પડશે. Facebook,Twitter, Whatsapp, E-mail થી એક્સિસ બેંકનાં PingPay અને ICICI નાં Pockets તેમજ Facebook અને E-mail પરથી કોટક મહિન્દ્રા KayPay દ્વારા પણ મની ટ્રાન્સફર કરી શકાશે. બેન્ક આ નંબર થી તરત જ પોતાની પેમેન્ટ ફેસિલિટીથી અથવાતો IMPS જોડે જોડાઈ જશે. પરંતુ તમને જણાવી દઈએ બેન્ક નો પ્પોતાનો અલગ MMID હોય છે.
આ સુવિધા એક સમકે ફક્ત એકજ મોબાઇલ સાથે જોડી શકાશે. આનાથી કરવામાં આવેલ કોઈપણ ટ્રાન્ઝેક્શન પોતાના રજીસ્ટ્રેશન નંબરથી યુસ કરી શકાશે. આ સુવિધા નો ઉપયોગ કરવામાટે સૌ પ્રથમ તમારે આ એપ પોતાના મોબાઈલમાં ડાઉન્લોડ કરવી પડશે. એના પછી જેતે માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરવું પડશે. તમારો જે મોબાઈલ નંબર MMID કનેક્ટ છે, એજ નંબર માંગેલી માહિતી માં એવો પડશે. રેજીસ્ટ્રેશન કર્યા પછી આ એપ તમારા Facebook, Twitter કા તો Whatsapp જોડે જોડાવાની પરમિશન માગશે, આ રીતે તમારો મોબીલે સોશ્યિલ મીડિયા દ્વારા મની ટ્રાન્સફર કરવામાટે તૈયાર થઇ જશે.
તમે જો આ એપ થી મની ટ્રાન્સફર કરવા પોતાનો બેન્ક અકાઉન્ટ નંબર નાખશો ત્યારબાદ તમારા દરેક ટ્રાન્ઝેક્શન પર નવો પાસવર્ડ જનરેટ થશે, જે તમારા મોબાઇલ પર દેખાશે, આ પાસવૉર્ડ એન્ટર કરવા પછી જ ટ્રાન્ઝેક્શન થશે. આ એપ પૈસા મોકનાર માટેજ જરૂરી છે પૈસા મેળવનાર કોઈ પણ એપનો ઇસ્તેમાલ કરી શકે છે, ખાલી તકલીફ એટલી જ છે કે પૈસા મેળવનારનું સોશ્યિલ મીડિયા પર એકાઉન્ટ હોવું જરૂરી છે.
આ એપ્સ દ્વારા તમે 10 રૂપિયાથી 50,000 રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી શકો છો.