અમરેલીના જાફરાબાદના ફિશરમેનને મગરુ નામની દુર્લભ મહાકાય માછલી મળી આવી છે. જાફરાબાદથી 60 નોટિકલ્સ માઈલ દૂર 450 કિલોની આ દુર્લભ માછલી મળી આવતા તેને જેટી પર લઈ આવવામાં આવી. આ માછલીમાં કોડલીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે. આ માછલીને જેટીથી વેરાવળ મોકલવામાં આવી છે. મહાકાય માછલીને બોટમાંથી ઉંચકવા ક્રેઈનની મદદ લેવામાં આવી છે. આ માછલીને જોવા જાફરાબાદ જેટી પર લોકોનો ટોળે ટોળા ઉમટી પડ્યા.
Friday, May 3