ગુરુવારથી 53 સર્વિસીસ અને 29 આઇટમ્સ પર જીએસટીના નવા રેટ લાગુ થઇ જશે. સ્પષ્ટ છે કે આજથી આ ચીજો સસ્તી બનશે. સુધારેલા રેટ લાગુ
28 ટકાથી ઘટીને 12 ટકા થયેલી વસ્તુ
-જૂની અને વપરાયેલી કારો
-બાયો ફ્યુઅલથી ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો
-બધા પ્રકારના જૂના મોટર વ્હીકલ્સ
28 ટકાથી ઘટીને 12 ટકા થયેલી રેટ વાળી વસ્તુ
-શુગર બોઇલ્ડ કન્ફેક્શનરી
– 20 લીટરની પીવાના પાણીની બોટલ
-ફોસ્ફોરિક એસિડથી બનેલા ખાતર
-બાયોડીઝલ
-બાયો પેસ્ટિસાઇડ
-ઘરોના બાંધકામમાં લેવાતા વાંસ
-ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ
-મિકેનિકલ સ્પ્રે
28 ટકાથી ઘટીને 5 ટકા થયેલી રેટ વાળી વસ્તુ
-સ્ટ્રો
-પ્લાન્ટેશન મટીરિયલ્સ –
-વેલ્વેટ ફેબ્રિક
3 ટકાથી ઘટીને 0.25 મળશે આ વસ્તુ
-હીરા અને મોંઘા સ્ટોન્સ
આના પર વધશે જીએસટી
-ચોખાના ભૂસા પર 0 ટકાથી વધીને 5 ટકા થશે ટેક્સ
-સિગારેટ ફિલ્ટર રોડ પર 12 ટકાથી વધીને 18 ટકા
-જીએસટી રીટર્ન માટે આવી શકે છે સિંગલ ફોર્મ, જેટલીનો સંકેત
આના પર નહી લાગે જીએસ ટી
-બધી શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશ કે પરીક્ષા ફી પર જીએસટીની છૂટ આપવામાં આવી છે.
-વિદ્યાર્થીઓ, ફેકલ્ટી કે સ્ટાફને ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પર પણ જીએસટીની છૂટ અપાઇ છે. પરંતુ આ છૂટ હાયર સેકન્ડરી સુધીનું શિક્ષણ આપતી સંસ્થાઓને જ અપાઇ છે.
આમાં અપાઇ છે રાહત
-આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી આપવાની સર્વિસીસને જીએસટીમાંથી છૂટ મળી છે.
-ટેલરિંગ સર્વિસીસ પર જીએસટીનો રેટ 18 ટકાથી ઘટીને 5 ટકા
-થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઇડ, મેરી ગો રાઉન્ડ, ગો કાર્ટિંગ બેલેટ જેવી સર્વિસીસ પર હવે 18 ટકા જીએસટી લાગશે
-આરડબલ્યુએ મેમ્બર્સને મળતી સર્વિસ પર છૂટ મર્યાદા રૂ.5000થી વધારીને રૂ.7500 કરવામાં આવી છે.
-ભારતની બહાર પ્લેન મારફત સામાન મોકલવા ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસને જીએસટીમાંથી મુક્તિ
-દરિયાઇ જહાજથી સામાન મોકલવા પર જીએસટીમાં છૂટ, જે 30 સપ્ટેમ્બર 2018 સુધી રહેશે.
-મેટ્રો, મોનોરેલ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો.
-મિડડે મીલ માટે બનાવાતી બિલ્ડિંગ પર જીએસટીનો 12 ટકાનો રાહત દર લાગુ પડશે.
-ચામડાની વસ્તુઓ અને પગરખાના મેન્યુફેક્ચરિંગ માટે જોબ વર્ક સર્વિસ પર જીએસટી ઘટાડીને 5 ટકા થયો
-પીએમ આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ, એલઆઇજી, એમઆઇજી વન અને એમઆઇજી ભવન માટે ઘોષિત ક્રેડિટ લિન્ક સબસિડી સ્કીમ હેઠળ ઘર નિર્માણ પર જીએસટી રેટ ઘટશે.
ટેક્સ ફ્રિ વસ્તુ
-કાનના મશીનો બનાવવાના સાધન
-હસ્તશિલ્પ ઉત્પાદનોની 40 વસ્તુઓ પર કોઇ ટેક્સ નહિ