હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુઃ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની તબિયત લથડી છે. અધિકારીઓએ જણાવ્યું કે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મોડી રાત્રે મુખ્યમંત્રીને શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીની તબિયત સ્થિર
IGMC, શિમલાના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાહુલ રાવે જણાવ્યું હતું કે, “CM સુખુને પેટમાં દુખાવાને કારણે ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ (IGMC)માં દાખલ કરવામાં આવ્યા હતા. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ નોર્મલ છે અને તેમની તબિયત સ્થિર છે. અમે તેની તમામ મેડિકલ તપાસ કરાવી છે અને રિપોર્ટ સામાન્ય છે.