નવી દિલ્હીઃ જો તમે હજી પણ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારી તક આવી રહી છે. આ અઠવાડિયે 5 કંપનીઓના આઈપીઓ બજારમાં આવી રહ્યા છે. આ કંપનીઓ બજારમાંથી આશરે 3,764 કરોડ રૂપિયા એકત્ર કરશે. ચાલો જાણીએ આ પાંચ આઈપીઓ વિશે વિગતવાર
ક્રાફ્ટમેન ઓટોમેશન
કંપનીનો ઇસ્યુ આજે 15 માર્ચથી આવશે જે 17 માર્ચે બંધ થશે. કંપનીએ ઇશ્યૂ માટેના પ્રાઈસ બેન્ડને 1,488-1,490 રૂપિયા નક્કી કર્યા છે. આ ઇશ્યૂમાં 150 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ આવશે, જ્યારે કંપનીના હાલના શેરહોલ્ડરો માટે 45,21,450 શેર ઓફર ફોર સેલ આપશે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશનના આઈપીઓ પહેલાં કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી આશરે 247 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
લક્ષ્મી ઓર્ગેનિક
લક્ષ્મીએ ઓર્ગેનિક IPO થી 600 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેની કિંમત 129-130 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો ઇસ્યુ આજે 15 માર્ચથી આવશે જે 17 માર્ચે બંધ થશે. આ અંતર્ગત 300 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર યલો સ્ટોન ટ્રસ્ટ દ્વારા ઓફર ફોર સેલ દ્વારા 300 કરોડના શેર વેચવામાં આવશે.
કલ્યાણ જ્વેલર્સ
1,175 કરોડ રૂપિયાની ઈનિશિયલ પબ્લિક ઓફર 16 માર્ચ 2021 થી લાવી રહ્યું છે. કંપનીએ IPOના પ્રાઈસ બેન્ડને શેર દીઠ 86-87 રૂપિયા નક્કી કર્યા છે. શેર દીઠ ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ ઈસ્યુ 18 માર્ચ 2021ના રોજ બંધ થશે. કલ્યાણ જ્વેલર્સના ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. આઈપીઓમાં 800 કરોડની નવી ઈક્વિટી જારી કરવામાં આવશે અને પ્રમોટર્સ અને શેરહોલ્ડરો દ્વારા 375 કરોડ રૂપિયાના વેચાણની ઓફર છે. કર્મચારીઓને શેર પર 8 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકનો 582 કરોડ રૂપિયાનો આઈપીઓ 17 માર્ચે ખુલશે. આઈપીઓનો ભાવ બેન્ડ 303-305 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આઈપીઓ હેઠળ 81,50,000 નવા શેરો ઇશ્યૂ કરવામાં આવશે. આ સિવાય હાલના શેરહોલ્ડરો દ્વારા 1,09,43,070 ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે. ત્રણ દિવસીય આઈપીઓ 19 માર્ચે બંધ થશે.
નઝારા ટેકનોલોજીસ
ગેમિંગ કંપની નઝારા ટેક્નોલોજીસનો રૂ. 583 કરોડનો આઈપીઓ 17 માર્ચે ખુલશે. IPOનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ 1,100-11,01 નક્કી કરવામાં આવ્યો છે. આઈપીઓ 19 માર્ચે બંધ થશે. કંપનીની વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશીપ, છોટા ભીમ અને મોટુ-પતલું સિરીઝ પરની રમતો ખૂબ જ લોકપ્રિય છે.