– ઓનલાઈ ચેટિંગ દરમિયાન તમારી વ્યક્તિગત વાત શેર ન કરો. વાતચીત કરતી વખતે જો કોઇ વ્યક્તિ તમારા પર્સનલ ફોટોગ્રાફ્સ કે કોઇપણ વીડિયોની માંગણી કરે તો તે સેન્ડ કરવા નહીં. હાલના સમયમાં ઓનલાઇનની દુનિયા પર વિશ્વાસ મુકવો યોગ્ય નથી.
– ઓનલાઇન યુઝર્સ પોતાની એક આગવી દુનિયા રચે છે. તે વ્યક્તિ કોઇની પણ સાથે ફોન પર કે ચેટિંગમાં વાત કરે ત્યારે તે સતત એવો દેખાવ અને પ્રયત્ન કરે છે. જેનાથી સામેની વ્યક્તિ તેનાથી ઇમ્પ્રેસ થાય. તેથી જ ઝડપથી કોઇની વાતથી ઇમ્પ્રેસ ન થવું. જ્યારે કોઇ વ્યક્તિને ઓનલાઇન મળો ત્યારે તે તમને શું કહે છે, શું પૂછે છે? તેનું ધ્યાન રાખો. જ્યાં સુધી તે વ્યક્તિની વાતથી સંતોષ ન થાય ત્યાં સુધી તેના ઉપર વિશ્વાસ મૂકવો હિતાવહ નથી.
– ઓનલાઇન વાતચીત સુધી તો બરાબર છે, પણ તેમાં ઉતાવળ કરવી જરા પણ હિતાવહ નથી હોતી. જો કોઇ રૂબરૂ મળવાનો આગ્રહ કરે તો તેને ટાળવાનો પ્રયત્ત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તેને વ્યવસ્થિત રીતે ઓળખો નહીં ત્યાં સુધી ફોન નંબરની આપ-લે પણ ન કરવી. ઘણી વખત સાંભળવામાં આવે છે કે, આ આઇડી તો ફેક છે. તો ફેક આઇડી જણાય તેવા વ્યક્તિની રિક્વેસ્ટ એકસેપ્ટ કે તેને ફોલો પણ ન કરો. ફોટોમાં આકર્ષક દેખાવ જોઇને અજાણી વ્યક્તિને રિક્વેસ્ટ પણ ન મોકલવી. આવી કેટલીક બાબતોનું થોડું ધ્યાન રાખવાથી છેતરપિંડીમાંથી બચી શકાય છે.