ભારતીય ક્રિકેટર મોહમ્મદ શામી અને તેની પત્નીની તકરાર હાલ ચર્ચામાં છે. મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ અા મામલે શરૂઅાત કરી હતી ત્યારબાદ બંને તરફથી અાકરા અાક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલુ છે. અેક બીજા પર અારોપ લગાવી રહ્યા છે. હસીન જહાંના બેંક ખાતા બ્લોક કરાવવાના આરોપ લગાવવા પર ક્રિકેટર મોહમ્મદ શામીએ પલટવાર કર્યો છે. મોહમ્મદ શામીએ જણાવ્યું છે કે, હસીન જહાં જે અારોપ લગાવી રહી છે તે પાયા વિહોણા છે.
મંગળવારે શામીએ પોતાના બેંક એકાઉન્ટ પર રૂપિયાની લેણદેણને લઈને રોક લગાવી દીધી હતી.તેના પર હસીન જહાંએ જણાવ્યું હતું કે, મોહમ્મદ શામીએ તેમની પુત્રી અને ઘરના ખર્ચ માટે રૂપિયા નીકાળવા પર રોક લગાવી દીધી છે. ત્યાર બાદ શામીએ જણાવ્યું હતું કે, હસીન જહાં એક-એક લાખ રૂપિયાના બે ચેકને લઈને ગઈ હતી. તેમને એક લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા છે. સમાધાન કરવાની અવધિ હવે સમાપ્ત થઈ ગઈ છે.