ડેટા લીક થવા મામલે દુનિયાભરમાં ફેસબુકની ભરપૂર નિંદા થઇ રહી છે. કંપનીનાં CEO માર્ક ઝુકરબર્ગે આ સંબંધમાં યૂઝર્સ પાસે માફી પણ માંગી છે. તો બીજી બાજુ આ સમગ્ર મામલો બહાર આવવાનાં પહેલાં જ બે દિવસોમાં ફેસબુકનું માર્કેટ કેપમાં અંદાજે 3,80,000 કરોડ રૂપિયા (50 બિલિયન ડૉલર)નું નુકસાન થયું છે.
વિવાદનાં પહેલાં જ આ સપ્તાહની શરૂઆતમાં ફેસબુકની માર્કેટ વેલ્યૂ 34,93,295 કરોડ રૂપિયા હતી. ત્યાર બાદ 2 દિવસોમાં જ આ ઘટીને 31,13,565 કરોડ રૂપિયા થઇ ગયાં. આ રીતે ફેસબુકની વેલ્યૂમાં 3,80,000 કરોડની ઊણપ વર્તાઇ. આપને એ વાત જાણીને નવાઇ લાગશે કે આ રાશિ ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનાં નેટવર્ક 2,53,000 (38.9 બિલિયન ડૉલર) કરતાં પણ વધારે એટલે કે 50 ટકા વધારે છે.
વિવાદ સામે આવવાનાં 48 કલાકમાં ફેસબુકે 3,80,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ પ્રકારે બે દિવસોનાં 48 કલાકમાં ફેસબુકે દર કલાકે 8125 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જો આને મિનીટમાં જોઇએ તો આ રાશિ 135 કરોડ રૂપિયા પ્રતિ મિનીટ હોય છે. ત્યાં આને જો સેકન્ડમાં જોઇએ તો આ લગભગ 2.26 કરોડ રૂપિયા છે.
ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની સાખ હવે દાવ પર લાગી છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇંટેક્સનાં અનુસાર ઝુકરબર્ગની નેટવર્થ 4.90 લાખ કરોડમાંથી 52 હજાર કરોડ રૂપિયાથી ઘટીને 4.38 લાખ કરોડ થઇ ગઇ છે.
ફેસબુકનાં શેરમાં પણ ભારે ઘટાડો દેખાઇ આવ્યો છે. ગયા શુક્રવારે 16મી માર્ચનાં બંધ બજારમાં જે શેરનાં ભાવ 185 ડૉલર હતાં તે જ મંગળવારની 20 માર્ચની સાંજે ઘટીને 166.57 ડૉલર સુધી પહોંચી ગયાં હતાં.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.