ઘરમાં નવા મહેમાનની તૈયારી જેટલી કરી શકાય એટલી ઓછી છે. કોઇ પણ કપલ્સ માટે પરિવારમાં બાળકનુ આવવુ ખૂબ ખાસ હોય છે. ત્યાર બાદ તેમની જીંદગી જ બદલાઇ જાય છે. ત્યાર બાદ તમારી સેક્સ લાઇફ પણ બદલાઇ જાય છે. ડિલિવરી પછી સેક્સ લાઇફ નોર્મલ બનાવા માટે તમને પ્રોબ્લમ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે પ્રેગ્નેન્સી પછી પહેલી વાર સેક્સ કરવા પર તમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થઇ શકે છે કે બાળકના જન્મ બાદ કેટલાક અઠવાડિયા સુધી અથવા કદાચ કેટલાક મહિનાઓ સુધી તમને સેક્સની ઇચ્છા ન થાય. એવામાં તમે સામાન્ય કડલિંગને ઇન્જોય કરી શકો છો. બાળક બાદ પહેલીવાર સેક્સ કરવા પર તમને વધારે પેઇન ફિલ થઇ શકે છે. આ સામાન્ય વાત છે પરંતુ જો પેઇન વધારે હોય અને તે લાંબાં સમય સુધી ચાલે તો તમારે તમારા ડોક્ટરની મુલાકાત લેવી જોઇએ. પ્રેગ્નેન્સી દરમિયાન તમારા શરીરમાં ઘણા બદલાવ થશે જેને સામાન્ય થવામાં સમય લાગે છે. શરુઆતમાં તમને તેને લઇને ગભરામણ થશે. પ્રેગ્નેન્સી દરમિયાન ઘાવ અને ટાંકાઓને નુકશાન થવાનો ડર રહેશે. એવામાં સેક્સ ન કરો. જ્યા સુધી તમે એને લઇને કોન્ફ્યૂડેંટ ન હોય અથવા તમારુ મન ન હોય તો, સેક્સ ન કરો. બાળકના જન્મ બાદ તમારે તમારી દિનચર્યા સંતુલિત કરવામાં સમય લાગશે. બાળકની દેખરેખમાં તમારો વધુ સમય જશે અને તમને થાક પણ ફિલ થશે. એવામાં તમારે આરામ કરવાની જરુર છે. સેક્સ કરવાથી સારુ રહેશે કે તમે તમારી ઉંઘ પૂરી કરી લો.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.