નવી દિલ્હીઃ કોરોનાની માહામારી વચ્ચે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો તો સરકાર હજુ પણ આપને બજાર ભાવથી સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આજે આ સરકારી ઓફરનો છેલ્લો દિવસ છે. અહીં વાંચીલો સંપૂર્ણ માહિતી.
નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડના પહેલા હપ્તા વેચાણ 17 મેથી શરૂ થઈ ચૂક્યું હતું. તે 21 મે એટલે કે આજ સુધી ચાલશે અને સેટલમેન્ટ તારીખ 25 મે 2021 રહેશે. સબ્સક્રિપ્શન પીરિયડ દરમિયાન બોન્ડનો ઇશ્યૂ પ્રાઇઝ 4,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે પ્રતિ 10 ગ્રામની કિંમત 47,770 રૂપિયા છે.
નોંધનીય છે કે, જો આપ તેના માટે ઓનલાઇન અરજી કરશો અને ડિજિટલ પેમેન્ટના માધ્યમથી ચૂકવણી કરશો તો આપને પ્રતિ 10 ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે જો તમે આ માધ્યમોથી ગોલ્ડ બોન્ડ લો છો તો આપને પ્રતિ ગ્રામ 500 રૂપિયાનો વધારાનો ફાયદો થશે. એવામાં જો તમે ઓનલાઇન 10 ગ્રામ સોનું ખરીદો છો તો આપને 1205 રૂપિયાનો સીધો ફાયદો થશે.
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇઝ પર દર વર્ષે 2.50 ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. આ નાણા દર 6 મહિનામાં આપના ખાતામાં પહોંચી જાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફ પર આપને આ પ્રકારના ફાયદા નથી મળતા. સોવરેન 8 વર્ષના મેચ્યોરિટી પીરિયડ બાદ તેનાથી થનારા લાભ પર કોઈ ટેક્સ નહીં લાગે. તેની સાથે જ દર 6 મહિને મળનારા વ્યાજ પર કોઈ TDS પણ નહીં લાગે.
સોવરેન ગોલ્ડ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નોમિનેટેડ પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ NSE અને BSEના માધ્યમથી વેચવામાં આવે છે.